PRIMARY SCHOOLS MA P.T. TEACHERS NI BHARTI KARVI JARURI.

પ્રાથમિક શાળાઓમાં બાળકોને રમતોની તાલીમ આપવા વ્યાયામ શિક્ષકો જ નથી.
--> ગાંધીનગર, શુક્રવાર
ચાલુ વર્ષે ખેલ મહાકુંભની રમતોમાં ધો-૫ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ શકશે. પરંતુ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકો જ નથી. આથી રમતોની તાલીમ અને જ્ઞાાનના અભાવ વચ્ચે વિદ્યાર્થીઓ રમતોમાં ભાગ લેશે તો તેઓ કેટલા સફળ થશે તે તો આગામી સમયમાં ખબર પડશે. પ્રાથમિક શાળામાં ધો-૮નો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી.
રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૦થી ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. અગાઉ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૬ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકતા હતા. પરંતુ ગત વર્ષથી ખેલ મહાકુંભમાં અન્ડર-૧૨ વર્ષના વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ શકે તેવો નિયમ બનાવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષથી ધો-૫ના વિદ્યાર્થીઓ પણ ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં ભાગ લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાથમિક શાળાના બાળકોમાં રમત-ગમત પ્રત્યે રસ લે તે સારી બાબત છે. પરંતુ પ્રાથમિક શાળાના બાળકોને રમતની યોગ્ય તાલીમ અને જ્ઞાાન આપી શકે તે માટે વ્યાયામ શિક્ષકો જ નથી. આથી શાળાના અન્ય શિક્ષકો રમતો અંગેનું પુસ્તકીયું જ્ઞાાન પિરસી રહ્યા છે. જેને પરિણામે બાળકમાં રહેલી રમત-ગમત પ્રત્યેની શક્તિઓને યોગ્ય દિશા મળશે નહિ તેવી પુરે-પુરી શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે સારો ખેલાડી બનવા માટે રમત અંગેના પાયાના જ્ઞાાનની સાથે-સાથે યોગ્ય તાલીમ જરૂરી છે.
ગાંધીનગર જિલ્લાની એકપણ પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકો જ નથી વિદ્યાર્થીઓને રમત અંગેની યોગ્ય તાલીમ અને જ્ઞાાન નહિ મળવાથી વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં રમતમાં અપેક્ષા મુજબનો દેખાવ કરી શકશે નહિ. પુસ્તકીયા જ્ઞાાન અને તાલીમના અભાવ સાથે રમતમાં ભાગ લેતા ખેલાડીઓને રમતમાં સફળતા નહિ મળવાથી તેમનામાં તણાવ અને નિરાશા
સ્થાન લેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો-૮ને પ્રાથમિક શાળામાં સમાવેશ કરીને ગણિત-વિજ્ઞાાન, ભાષા, સામાજિક વિજ્ઞાાન વિષયના તાલીમી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. પરંતુ વ્યાયામ શિક્ષકની ભરતી નહિ કરવાથી બાળકોમાં રહેલી રમત-ગમત પ્રત્યેની આંતરિક શક્તિઓનો યોગ્ય વિકાસ થતો નથી. આથી પ્રાથમિક શાળામાં પણ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો રમત-ગમત અંગેની યોગ્ય તાલીમ સાથે જરૂરી જ્ઞાાન પણ મેળવીને બાળકોમાં શક્તિઓનો વિકાસ થઇ શકે તેવી ચર્ચા રમતવીરોમાં ઉઠવા પામી છે.
Reviewed by sachin patel on September 12, 2014 Rating: 5
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Ads by Google

Powered by Blogger.